સૂરજ શિક્ષણધામ હરીપર(ભુજ)ની વિધાર્થિનીઓ દ્વારા SVEEP અંતર્ગત “ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ” થીમ ઉપર વિશાળ માનવ સાંકળ રચના કરાઇ

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત આ વખતે ભારતના ચૂંટણી પંચ દ્વારા “ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ” ની થીમ આપવામાં આવેલ છે ત્યારે આ થીમ ઉપર આધારિત વિશાળ માનવ સાંકળની રચના શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર, સૂરજ શિક્ષણ ધામ, હરીપર (ભુજ – કચ્છ) દ્વારા બનાવીને મતદાન જાગૃતિનો સંદેશ મતદારો સુધી પાઠવવામાં આવ્યો હતો.
બહોળી સંખ્યામાં શાળાની દીકરીઓ આ માનવ સાંકળ નિર્માણમાં સહભાગી બની હતી જેમાં શાળાના આચાર્યા શ્રીમતી લોપાબેન મહેતા અને તેમની સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવી હતી.અગાઉ પણ સંસ્થાની દીકરીઓ દ્વારા “અવસર લોકશાહીનો” એ થીમ ઉપર આધારિત માનવ સાંકળ બનાવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લા SVEEP નોડલ અધિકારી શ્રી બી.એમ.વાઘેલા નેતૃત્વ હેઠળ સમગ્ર SVEEP પ્રવૃત્તિઓનું જિલ્લામાં સંકલન મદદ.નોડલ શ્રી જી.જી.નાકર, શ્રી શિવુભા ભાટી અને તેમની તાલુકા કક્ષાની ટીમો સંભાળી રહી છે.ચૂંટણી અધિકારીશ્રીની કચેરીના નાયબ મામલતદાર શ્રી સંજયભાઇનું sveep પ્રવૃત્તિઓમાં સતત માર્ગદર્શન મળી રહ્યું છે.