ચિત્રોડમાં પાંચ બળદની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ
ચિત્રોડમાં રહી કરિયાણાની દુકાન તથા દૂધ ડેરી ચલાવતા યુવાને ગામના પાચ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ ગત તા. 22/3ના વથાણમાં પોતાના બે બળદ રાખ્યા હતા જે જોવામાં ન આવતાં તેમણે પોતાની દુકાનના સી.સી.ટી.વી.ના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં પાંચ શખ્સો વથાણમાંથી બળદ લઈ આવતા જોવા મળ્યા હતા. બાદમાં એક ગાડી આવી હતી. આ શખ્સો ત્રણ લોકોના પાંચ બળદ બાંધીને તસ્કરી કરી હતી . જેમાં ફરિયાદીના એક બળદને માર મારતાં તેને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. આરોપીઓને પકડી પાડવા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.