ડૉ.મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના સંયુક્ત ઉપક્રમે ત્રિદલીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

બંને સંસ્થાઓ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાના ઇનામ વિતરણ , પુસ્તક વિમોચન તથા વિશિષ્ટ સન્માન ના આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.મોહનભાઈ પટેલ ,પ્રતિષ્ઠિત સાહિત્યકાર તથા શિક્ષણવિદ ધીરેન્દ્ર ભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા . ડૉ.મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટના પ્રમુખ શ્રી મયુરભાઇ દેસાઈએ અતિથિ વિશેષશ્રીઓનુ સન્માન કર્યું હતું.
ટ્રસ્ટી શ્રીમતી નિશાબેન મહેતાએ મહેમાનોનું સ્વાગત કરતા સમગ્ર કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો.

જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજના પ્રમુખ શ્રી અરુણભાઈ જોશીએ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરતા સંસ્થાની પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો.

ડૉ.મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી વિરાજબહેન દેસાઈએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો.
વિશિષ્ટ સન્માનના કાર્યક્રમમાં પ્રખ્યાત નૃત્યાંગના તથા ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા શ્રીમતી જુથીકા મહેનનુ વિશેષ સન્માન અતિથિ વિશેષશ્રીઓ તથા સંસ્થાના હોદ્દેદારો દ્વારા કરવામાં આવયુ હતું.
શ્રીમતી જુથીકા મહેને
પ્રતિભાવ આપતા કચ્છ સાથેના પોતાના સંસ્મરણો યાદ કરતાં પોતાની નૃત્ય આરાધના યાત્રાને વાગોળી હતી.
તથા બંને સંસ્થાનો આભાર માન્યો હતો.
સન્માનિત જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

નિબંધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો તથા નિર્ણયાકશ્રીઓ દ્વારા પસંદ કરાયેલા નિબંધોનું સંપાદિત પુસ્તક ‘ અભિવ્યક્તિ’ નું વિમોચન શ્રીમતી જૂથિકા મહેન તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

અતિથિ વિશેષ સ્થાનેથી બોલતા ડોક્ટર ધીરેન્દ્રભાઈ મહેતાએ ડોક્ટર મહિપત રાય મહેતા દ્વારા કચ્છમાં તરુણો માટે સ્થપાયેલ તરુણ મિત્ર મંડળ સંસ્થાના સંસ્મરણો યાદ કરતા ડોક્ટર મહેતાએ મેઘાણીના તરૂણો નું મનોરાજ્યની સંકલ્પના સાર્થક કરી હોવાનું જણાવતા કચ્છમાં કન્યા કેળવણી ક્ષેત્રે ડોક્ટર મહેતાએ સ્થાપેલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા કાર્યોને બિરદાવ્યા હતા.
ડોક્ટર મોહનભાઈ પટેલે બંને સંસ્થાઓને અભિનંદન આપતા નિબંધ એ લેખિત સ્વરૂપે મૌલિક અભિવ્યક્તિ નું શ્રેષ્ઠ માધ્યમ હોવાનું જણાવતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આવી સ્પર્ધાઓ આવશ્યક હોવાનું જણાવતા બંને સંસ્થાઓને અભિનંદન આપ્યા હતા.
નિબંધ સ્પર્ધામાં વિભાગ અ માં પ્રથમ ક્રમે ભગત પાર્વતી પરમાનંદ દ્વિતીય સ્થાને બારમેડા ધારા રવજીભાઈ, તૃતીય સ્થાને દરજી કૃપા ધીરજભાઈ તથા બ વિભાગમાં ડો. સચદે કોમલ નવીનચંદ્ર પ્રથમ , મચ્છર ભાવના દ્વિતીય તથા શુક્લ ઉષ્મા પ્રતિમ તૃત્ય સ્થાને વિજેતા રહ્યા હતા.
વિજેતા સ્પર્ધકોને ટ્રસ્ટ દ્વારા ટ્રોફી રોકડ ઇનામ તથા બધા જ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા
નિર્ણાયક શ્રી ઓ તરીકે શિક્ષણવિદ તથા જાણીતા સાહિત્યકાર શ્રીમતી નૂતનબહેન ધીરેન્દ્રભાઈ મહેતા તથા યુવા શિક્ષણવિદ્ પ્રાધ્યાપક છરેચા અઝીઝે સેવા આપી હતી્

આભાર વિધિ શ્રી અભિલાષભાઈ મહેતાએ સંપન્ન કરી હતી .
સંચાલન ટ્રસ્ટી શ્રીમતી બીના બહેન જોશી એ સફળતાપૂર્વક કર્યું હતું.
હર્ષ દીપકભાઈ મહેતા, તથા જાયન્ટ્સ અગ્રણી નિષદભાઈ મહેતા ડોક્ટર મધુકાંતભાઈ આચાર્ય, પ્રદીપભાઈ જોશી, હેમંતભાઈ ઠક્કર તથા અશોકભાઈ માડલીયા અને જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજના સક્રિય સભ્યો તથા જાણીતા સાહિત્યકાર દિલીપભાઈ આચાર્ય અને મહેનભાઈ હજરનીસે વિશેષ હાજરી આપી હતી.
ફોરમ બહેન મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં કચ્છના શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રના અગ્રણીઓ યુવા વિદ્યાર્થીઓ તથા કચ્છના વિવિધ તાલુકા માંથી ભાગ લેનાર સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.