રૂ! 55,520ના મુદામાલ સાથે આરોપી ઇસમની અટક કરાઇ
ગાંધીધામ પોલીસ સ્ટાફ પોતાની પ્રાઈવેટ ગાડી થી રાત્રિના આરસામા પેટ્રોલિંગમા હતી જ્યારે ફરતા ફરતા ગાંધીધામ નગરપાલિકા પાસે આવતા એક ઈસમ પોતાના કબ્જા વળી મો.સા. સાથે એક કાળા કલરના થેલા સાથે સંકશપદ રીતે આવતો હોય જેથી ઈસમ રોકી તેની પાસે રહેલ કાળા કલરના થેલામાં તપસ કરતાં વિદેશી દારૂની બોટલો મળી હતી.જે દારૂની બોટલો બાબતે તેની પાસે પરમીટની માંગણી કરતા દારૂની બોટલો સંબંધિત ઈશમ ને પૂછપરછ કરતાં કોઈ સંતોષ કારક જવાબ આપેલ નહીં.ઇસમની પાસે રહેલા કાળા કલરના થેલામાં તપસ કરતાં દારૂની બોટલો જેની કુલ કિમત રૂ! 5520 તેમજ તેની પાસે રહેલ મો.સા, જેની કુલ..રૂ! 35000 અને આરોપી ઇસમના ખિસ્સામાથી એક મોબાઈલ ફોન જેની કિમત રૂ!15000 આમ કુલ રૂ! 55,520નો મુદામાલ કબ્જે કરી ઇસમની ધરપકડ કરી હતી