અરેઠી ગામની પ્રાથમિક શાળામાં રાત્રીના સમયે આચાર્યની કેબિનમાં ભીષણ આગ

નેત્રંગ તાલુકાની અરેઠી પ્રાથમિક શાળામાં રાત્રિના ત્રણ વાગ્યે આચાર્ય હરિસિંહ વસાવાના ઓરડામાં આગ લાગી હતી. જેમાં કોમ્પ્યૂટર, ટીવી ,કબાટ ,ફર્નિચર ,પ્રિન્ટર, પંખા તેમજ જરૂરી ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આગની ચપેટમાં આવી હતી. જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં નાસ-ભાગ મચી ગઇ હતી. આસ-પાસથી દોડી આવેલાં લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો, પણ આખો ઓરડો ભસ્મીભૂત થઇ ગયો હતો. સદનસીબે રાત્રિના સમયે આગની ઘટના બની હોવાથી મોટી જાનહાનિ થતાં અટકી હતી. ઘટનાની જાણ થતાં જ ટીપીઓએ શાળાની મુલાકાત લીધી હતી. તેમજ આગના કારણે થયેલાં નુકસાનનો સર્વે કરતા આશરે ૮ લાખ રૂપિયાનું નુકસાનીનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો. આગ રાત્રે લાગી હોવાથી જાનહાની ટળી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું માનવામાં આવી રહયું છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ