ફિલ્મ અભિનેતા સલમાન ખાન ના ઘર પર ફાયરિંગ કરનાર લોરેન્સ બિસ્નોઈ ગેંગ ના બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ

ફિલ્મ અભિનેતા સલમાન ખાન ના ઘર પર ફાયરિંગ કરનાર લોરેન્સ બિસ્નોઈ ગેંગ ના બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજાપોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય.જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમાં સાહેબ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ જયદીપસિંહ ઝાલા, બલભદ્રસિંહ રાણા, પોલીસ હેડ કોન્સટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, મહીપાલસિંહ પુરોહીત તથા શક્તિસિંહ ગઢવીનાઓ નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મુંબઇ પોલીસ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજને માહિતી મળેલ કે, ફિલ્મ અભિનેતા સલમાન ખાન ના ઘર પર ફાયરિંગ કરી બે શખ્સો નાસી ગયેલ છે જે બાબતે ડી.સી.બી. સી.આઈ.ડી. ગુ.ર.નં. ૩૯/૨૦૨૪ આઇ.પી.સી. ક.૩૦૭,૩૪ તથા આર્મ એક્ટ ક.૨૫(૩) મુજબનો ગુનો દાખલ થયેલ છે જે કામેના આરોપીઓ હાલે કચ્છ જીલ્લા બાજુ હોવાની શક્યતા છે. જે જણાવેલ હકીકત આધારેને ટેકનીકલ વર્ક આઉટ કરી તેમજ ખાનગી બાતમીદારો સક્રીય કરેલ દરમ્યાન માહિતી મળેલ કે, સદરહું બનાવ કામેના આરોપીઓ હાલે માતાનામઢ મંદીર પરીસરમાં હાજર છે. જેથી બાતમી હકીકત આધારે તપાસ કરતા (૧) વિકિ સાહેબસાબ ગુપ્તા ઉ.વ. 24 રહે ગામ મસહી થાણા ગોહના તા. નરકટિયા ગજ જી. વેસ્ટ ચાંપાનેર બિહાર તથા (૨) સાગર શ્રીજોગેન્દ્ર પાલ ઉ.વ. 21 રહે ગામ મસહી થાણા ગોહના તા. નરકટિયા ગજ જી. વેસ્ટ ચાંપાનેર બિહાર વાળા બે ઇસમો મળી આવેલ તેમની પુછપરછ કરતા ઉપરોક્ત ગુના કામેની કબુલાત આપતા હોય જેથી બન્ને આરોપીઓને હસ્તગત કરી દયાપર પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યાવાહી કરી આગળની તપાસ માટે બન્ને આરોપીઓનો કબ્જો મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવેલ છે. પકડી પાડેલ આરોપીઓવિકિ સાહેબસાબ ગુપ્તા ઉ.વ. 24 રહે ગામ મસહી થાણા ગોહના તા. નરકટિયા ગજ જી. વેસ્ટ ચાંપાનેર બિહારસાગર શ્રીજોગેન્દ્ર પાલ ઉ.વ. 21 રહે ગામ મસહી થાણા ગોહના તા. નરકટિયા ગજ જી. વેસ્ટ ચાંપાનેર બિહાદાખલ થયેલ ગુનો ડી.સી.બી. સી.આઇ.ડી. ગુ.૨.નં. ૩૯/૨૦૨૪ આઇ.પી.સી. ક.૩૦૭,૩૪ તથા આર્મ એક્ટ ક.૨૫(૩) મુજબ