રૂા. 43,480ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી માનકુવા પોલીસ

copy image

copy image

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાતમીના આધારે માનકૂવા પોલીસે   ટુ-વ્હીલરથી ભારાપરથી પોતાના ગામ નારાણપર આવી રહેલા શખ્સને  માદક પદાર્થ ગાંજો 987 ગ્રામ સાથે પકડી પાડયો હતો. આ માલ તેણે લુણીની મહિલા પાસેથી લીધાનું કહ્યું હતું. આ અંગે માનકૂવાના પી.આઇ. ડી.એન. વસાવા ફરિયાદી બની નોંધેલી ફરિયાદ અનુસાર માનકૂવા પોલીસના સર્વેલન્સ સ્ટાફને  મળેલી બાતમીના આધારે પંચોને સાથે રાખી દરોડો પાડતા નારાણપર ગામના બસ સ્ટેશનથી ભારાપર જતા રસ્તે બાતમીવાળી ટુ-વ્હીલર  દેખાતાં તેને ઊભી રખાવી ડીકી ખોલાવતાં તેમાંથી 987 ગ્રામ માદક પદાર્થ ગાંજો જેની કિં. રૂા. 9,870 મળી આવ્યો હતો. આ બાદ માનકૂવા પોલીસે આ માદક પદાર્થ ગાંજા સાથે ઝડપાયેલા આરોપી  ની તપાસ લેતાં તેની પાસેથી ગાંજા ઉપરાંત એક મોબાઇલ જેની કિં. રૂા. 3000 અને રોકડા રૂા. 610 તથા જ્યુપિટર કિં. રૂા. 30,000 એમ કુલે રૂા. 43,480નો મુદ્દામાલ કબજે લઇ આરોપીની આ માલ ક્યાંથી લઇ આવ્યો હતો તે અંગે પૂછપરછ કરાતા શખ્સે માનકૂવા પોલીસને જણાવ્યા અનુસાર આ માદક પદાર્થ  લુણીથી એક મહિલા પાસેથી લઇ આવ્યો હતો, જેના મોબાઇલ નંબર પોલીસને આપ્યા હતા. આ મહિલાનાં નામ અંગે પોતે અજાણ હોવાનું અને જોયેથી ઓળખી શકે.