એક્ટિવા પર જતા નાના -દોહિત્રીને ટ્રેક્ટરે હડફેટમાં લેતાં 11 વર્ષીય કિશોરીનું મોત
અંજાર તાલુકાના મેઘપર બોરીચી નજીક પુષ્પ કોટેજ સોસાયટી પાસે એક્ટિવા પર જતા નાના –દોહિત્રીને ટ્રેક્ટરે હડફેટમાં લેતાં 11 વર્ષીય કિશોરીનું મોત નીપજયું હતું. . મેઘપર બોરીચીની આશાપુરા પાર્ક સોસાયટીમાં રહેનાર ફરિયાદી તેમના ઘરે હતા બપોરે ચાર વાગ્યાના અરસામાં દીકરી ફલકનો ટયૂશનનો સમય થતાં નાના ફરિયાદીનું એકિટવા લઈ અને પોતાની દોહિત્રીને ટયૂશન મૂકવા જઈ રહ્યા હતા. . તેઓ પુષ્પ કોટેજ સોસાયટી નજીક પહોંચ્યા ત્યારે આગળ ટેન્કરવાળું ટ્રેકટર જઈ રહ્યું હતું. આ ટ્રેકટરને ઓવરટેક કરવા જતાં ટ્રેકટરના ચાલકે અચાનક પોતાનું વાહન એકિટવા તરફ દબાવતાં એક્ટિવાને અડી ગયું હતું. જેમાં એક્ટિવાની પાછળ બેઠેલી બાળકીને ટેન્કર માથાંમાં અથડાતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. બાળકીને સરવાર અંગે આદિપુરની હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં સારવાર દરમ્યાન તેણે રાત્રિના ભાગે અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીના મોતને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. ટ્રેકટરચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.