કોટડા ગામમાં નશાયુક્ત પ્રવાહીનું વેચાણ કરતાં શખ્સ ની ધરપકડ કરી રૂ11,150 નો મુદ્દામાલ કબ્જે કરાયો
કોટડા ગામમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં નશાયુક્ત પ્રવાહીનું વેચાણ કરતા ગામના જ શખ્સ ને પદ્ધર પોલીસે ધરપકડ કરી તેની પાસેથી માદક પ્રવાહીનો જથ્થો કુલ રૂા. 11,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે હાજર ન મળેલા રાજકોટના યુવાનની શોધ આદરી હતી. પોલીસે દ્વારા માલ;ટી માહિતી અનુસાર , પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કોટડાનો આરોપી હેત એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં નશાયુક્ત પ્રવાહી બનાવી વેચાણ કરતો હતો. પોલીસે છાપો મારી તેની પૂછપરછ કરતાં તે કોઈ આધાર-પુરાવા આપી શક્યો નહોતો. ગેરકાયદેસર નશાયુક્ત પ્રવાહી બનાવી તેનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતી પ્રવૃત્તિ કરતા આ શખ્સની ધરપકડ કરી તેના કબજામાં રહેલા પ્રવાહી ભરવાની 123 નંગ બોટલ કિ. રૂા. 6150, સેનેટાઈઝર તરીકે વપરાયેલા પ્રવાહીનો 500 એમએલનો જથ્થો, સાધન-સામગ્રી તથા મોબાઈલ ફોન કિ. રૂા. 5000 મળી કુલ 11,150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હાજર ન મળેલા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા