નવી દુધઈમાં રખડતા પશુઓની રોજિંદી સમસ્યાથી  ગ્રામજનો હેરાન

નવી દુધઈમાં રખડતા પશુઓની રોજિંદી સમસ્યાથી  ગ્રામજનો હેરાન થયા છે. તાજેતરમાં આખલાયુદ્ધમાં યુવાનને ઈજા પહોંચી હતી.    આખલા યુદ્ધમાં હડફેટે ચડેલા યુવાનને  ઈજા પહોંચી હતી, તેમને  દુધઈના સરકારી આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  શારીરિક રીતે અશક્ત આ યુવાનને મણકાના ભાગ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીરની  ઈજાઓ પહોંચી હોવાની  જાણકારી મળેલી  આમ  અગાઉ આ જ પ્રકારે હડફેટે આવેલા  તલાટીને પણ ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. બાદમાં તેઓ ઊભા જ  થઈ શક્યા ન હતા અને મૃત્યુ પામ્યા હતા. રખડતા પશુઓની સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા  યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો   દ્વારા કરવામાં આવી હતી  નોંધનીય છે કે, થોડા સમય  અગાઉ રાપરમાં નંદીઓના કારણે  એક જણનું મૃત્યુ થયું હતું. આ પ્રકારના બનાવોમાં અનેક માનવ જિંદગી હોમાઈ ચૂકી છે. તેમજ વહીવટીતંત્ર દ્વારા  આ સમસ્યા નિવારવા નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.