પાવાપુરી ચાર રસ્તા પર ચેકિંગ દરમિયાન રોકડ રૂપિયા 5.50 લાખ સાથે એક ઈસમ ઝડપાયો

copy image

copy image

વાહન મુન્દ્રા પોલીસ પાવાપુરી ચાર રસ્તા પાસે ચેકિંગમાં ચાલી રહી હતી ત્યારે ટુ-વ્હીલર સાથે આ રસ્તા પરથી પસાર થતા યુવક પાસેથી બિનહિસાબી, આધાર-પુરાવા વગરના રોકડા રૂા. 5.50 લાખ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે મુન્દ્રા પોલીસે આપેલી વિગતો અનુસાર ચૂંટણી સંબંધિત આદર્શ આચારસંહિતાના અમલ અર્થે ચૂંટણી શાંતિ અને સુલેહભર્યા વાતાવરણમાં થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલી સૂચનાનાં પગલે મુન્દ્રાના પોલીસ કર્મચારીના માર્ગદર્શન હેઠળ પાવાપુરી ચાર રસ્તા પર ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ ચાલી રહી છે ત્યારે અહીં પી.એસ.આઇ. અને સ્ટાફ વાહન તલાશી કરી રહ્યા હતા ત્યારે મૂળ ફરાદી હાલે મુન્દ્રા ની શિવ ટાઉનશિપમાં રહેતા યુવાન ટુ-વ્હીલર એક્સેસ સ્કૂટર સાથે અહીંથી પસાર થતાં કબજામાંથી બિનહિસાબી, આધાર-પુરાવા વિનાના રોકડા રૂા. 5.50 લાખ મળી આવતાં પ્રાથમિક દ્રષ્ટિએ આ બાબત શંકાસ્પદ જણાઇ આવતાં મુન્દ્રા પોલીસે રોકડ રૂા. 5.50 લાખ તથા એક્સેસ સ્કૂટર કિં. રૂા. 50,000નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.