વાહન સહિત 1.25 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધાયો

copy image

copy image

ગાંધીધામના શક્તિનગરના શોપિંગ કોમ્પલેક્સ પાસે દારૂનો જથ્થો કારમાંથી સગેવગે કરાય તે પહેલાં જ એ-ડિવિઝન પોલીસ પહોંચી જતાં પોલીસને જોઇ આરોપી નાસયા  પણ કારમાંથી રૂ.25 હજારની કિંમતના દારૂ અને બિયરનો જથ્થો મળી આવતાં વાહન સહિત કુલ રૂ.1.25 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એમ.એન.દવેએ આપેલ વિગતોમાં જણાવ્યું હતું કે, ટીમ બપોરે પોણા ચાર વાગ્યાના અરસામાં પેટ્રોલિંગ દરમિયાન રેડ ક્રોસ ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે હેડ કોન્સટેબલને બાતમી મળેલ કે, શક્તિનગર ખાતે આવેલા શોપિંગ સેન્ટર પાસે ઉભેલી સફેદ કલરની કારમાંથી જુની શખ્સ વિદેશી દારૂનો જથ્થો સગે વગે કરવાની પેરવી કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ તે જગ્યાએ પહોચી તો આરોપી નરેશ પોલીસને જોઇ ગલી ખાંચાનો લાભ લઇ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારની તલાસી લેતાં તેમાંથી રૂ.25,100 ની કિંમતના દારૂ અને બિયરની બોટલો મળી આવતાં પોલીસે કાર સહિત કુલ રુ.1,25,100 નો મુદ્દામાલ કબજે કરી ભાગી ગયેલા આરોપી સામે ગુનો નોંધી તેને પકડવાની કામગીરી હાથ ધરી છે