નાણાપની ફેક્ટરીમાં ઢાળ પરથી રિવર્સ આવતી ટ્રક ઉપર કાબુ ગુમાવતા એક બાળકીનું મોત તથા અન્યને અસ્થિભંગની ઇજાઓ

નાડાપાની ફેક્ટરીમાં ઢાળ પરથી રિવર્સ આવતી ટ્રક નીચે શ્રમજીવીની ઓરડી સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઓરડીમાં રમી રહેલી સાડા છ વર્ષની માસૂમ બાળકી નું  ગંભીર ઈજાનાં પગલે કરુણ મોત નીપજ્યું હતું તેમજ અન્ય બાળકો તથા મહિલાને અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી હતી. આ અકસ્માત અંગે ડમ્પર-ટ્રકચાલક વિરુદ્ધ વિધિવત ફોજદારી ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે મૂળ  મધ્યપ્રદેશ હાલે નાડાપા કેઓલીન ફેકટરીની લેબર કોલોનીમાં રહેતા  શખ્સે નોંધાવેલી ફરિયાદ મુજબ સવારે ફેકટરીમાં ડમ્પર ટ્રક જેનો ચાલક ડમ્પર ચાઈનાકલે માટી ભરી વોફર ઉપર લઈ જતાં અચાનક સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં ડમ્પર પાછું આવી ફરિયાદીની ઓરડી સાથે ભટકાતાં તેમાં રમી રહેલી બાળકી ગંભીર ઈજાનાં પગલે મોત થયું હતું જ્યારે આ જ ઓરડીમાંના ફરિયાદીનાં બાળકો બે દીકરી અને એક દીકરા અને પત્નીને નાની મોટી ફ્રેકચર સહિતની ઈજા પહોંચી હોવાની વિગતો પધ્ધર  પોલીસ મથકે નોંધાવતાં પોલીસે વિધિવત ફરિયાદ નોંધી કાર્યવાહી હથધરી છે.