કલ્યાણપરમાં એક પરિણીતીએ ઝેરી દવા પીને મોતને વહાલું કર્યું

copy image

કલ્યાણપરમાં પિયરમાં રહેતી પરિણીત મહિલા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ભુજ તાલુકાના કલ્યાણપર ગામે રહેતી મહિલા પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે માનકૂવા પોલીસ મથકે મૃતક મહિલાના પિતાએ આપેલી વિગતો અનુસાર તેમની દીકરી લગ્ન અંદાજે બારેક વર્ષ પૂર્વે થયાં હતાં જેના સંતાનમાં એક દીકરી છે. હાલમાં તે પિયરમાં રહેતી હતી. કોઇ અગમ્ય કારણે તેણે ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.