લેબર કોલોનીથી હટડી ગામ તરફ આવતા બે યુવાનોને અકસ્માત નડતાં બંને યુવાનના મોત

copy image

copy image

મુંદરા તાલુકાના હટડી પાસે ગઈકાલે રાત્રે દર્દનાક અકસ્માત સર્જાયો હતો. મૂળ ઝારખંડના બે શ્રમિક યુવાન બાઈકચાલક  અને પાછળ બેઠેલ યુવાન  બાઈક લઈ લેબર કોલોનીથી હટડી ગામ તરફ આવતા હતા, ત્યારે કોઈ અજાણ્યા ભારે  વાહનની ટક્કરમાં  તીક્ષ્ણ વસ્તુથી  બન્ને યુવકોનાં માથાં ચીરાઈ  જતાં  બન્નેનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.મુંદરા મરીન પોલીસ મથકે નોંધાયેલી વિગતો અને કેસના તપાસકર્તા પીએસઆઈ  પાસેથી મળેલી વિગતો મુજબ મૂળ ઝારખંડ રાજ્યના  બન્ને યુવાનો હટડી  પોર્ટમાં મજૂરી  કરતા હતા  અને લેબર  કોલોનીમાં રહેતા હતા. ગઈકાલે રાત્રે કૌટુંબિક ભાઈની મોટર સાઈકલ લઈને  બન્ને લેબર  કોલોનીથી  હટડી  ગામ  જતાં  હતા  ત્યારે રસ્તા વચ્ચે કોઈ સામેથી  આવતા  અજાણ્યા વાહને અડફેટે લેતાં  અકસ્માત સર્જાયો હતો. આ  અકસ્માત  અંગે  ફરિયાદી લેબર કોન્ટ્રાક્ટરને  ફોન આવતા ઘટનાસ્થળે  પહોંચતા રોડ  સાઈડમાં બાઈક પડેલ હતી  અને બન્ને યુવકો  મૃત અવસ્થામાં  હતા અને અકસ્માત સર્જનાર અજાણ્યો વાહનચાલક વાહન લઈને નાસી ગયો હતો.આ અકસ્માત  અંગે તપાસકર્તા મુંદરા મરીનના પીએસઆઈનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ટ્રક જેવા કોઈ ભારેખમ વાહનમાં લાગેલા તીક્ષ્ણ સેફ્ટી ગાર્ડ કે વાહનની સાઈડમાં રહેલા ધારદાર પતરાં જેવી તીક્ષ્ણ વસ્તુથી ઈજાનાં પગલે બન્ને યુવકનાં માથાં ચીરાઈ ગયાં હતાં. આમ,  કોન્ટ્રાક્ટર  નોંધાવેલ ફરિયાદના અનુસાર અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે આગળની વધુ  તપાસ હાથ ધરી છે.