કિડાણાની સીમમાં આવેલા મીઠાનાં કારખાનાંમાં રમતાં રમતાં અર્થિંગના ખીલાને અડી જતાં 12વર્ષીય કિશોરીનું મોત
કિડાણાની સીમમાં આવેલા મીઠાનાં કારખાનાંમાં રમતાં રમતાં અર્થિંગના ખીલાને અડી જતાં 12વર્ષીય કિશોરીનું મોત થયું હતું. કિડાણાની સીમમાં આવેલા મીઠાના કારખાનામાં ગઇકાલે ઢળતી બપોરે આ ઘટના બની હતી. કારખાનામાં મજૂરી કરતા કાકા પાસે બાળકી આવી હતી, જ્યાં તે રમતી હતી. રમતાં રમતાં તે જમીનમાં દાટેલા અર્થિંગના ખીલાને ઉપાડવા જતાં તેને વીજશોક લાગ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલ આ બાળકીને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે