મીઠીરોહરની સીમમાં પાર્કિંગમાં ઊભેલા બે ટ્રેઇલરમાંથી રૂા. 2,88,000ના આઠ પૈડાં, ડિશની તસ્કરોએ કરી ચોરી
મીઠીરોહરની સીમમાં પાર્કિંગ વિસ્તારમાં ઊભેલા બે ટ્રેઇલરમાંથી રૂા. 2,88,000ના આઠ પૈડાં, ડિશની તસ્કરોએ ચોરી કરી હતી. શહેરના ભારતનગર વિસ્તારમાં રહેનાર ફરિયાદીએ મીઠીરોહરની સીમમાં પ્રત્યક્ષ રાજ લોજિસ્ટિક એલ.એલ.પી. નામની ટ્રાન્સપોર્ટની પેઢી ચલાવે છે. આ ફરિયાદીનાં વાહનો બાજુમાં આવેલા ગઢવી પાર્કિંગમાં પાર્ક કરવામાં આવે છે. આ ખુલ્લા પાર્કિંગમાં ટ્રેઇલર પાર્ક કરવામાં આવ્યા હતા. આ બંને વાહનોમાંથી નિશાચરોએ આઠ પૈડાં અને આઠ ડિશ એમ કુલ રૂા. 2,88,000ની મતાની ચોરી કરી હતી. રાત્રિ દરમ્યાન આ બનાવ બન્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.