પાલેઝ ગામથી ભુજ ટ્રેનમાં આવી રહેલા યુવાનની ઊંઘનો લાભ લઇ એક યુવતીએ તેની ટ્રોલી બેગની ચોરી
પાલેઝ ગામથી ભુજ ટ્રેનમાં આવી રહેલા યુવાનની ઊંઘનો લાભ લઇ એક યુવતીએ તેની ટ્રોલી બેગની ચોરી કરી હતી, જે અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી આ યુવતીને મુદ્દામાલ સાથે પકડી પાડી હતી. નખત્રાણાના કોટડા રોહામાં રહેનાર યુવાન પાલેઝ ગામે હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. તે ત્યાંથી ભુજ આવવા માટે રાત્રે સયાજીનગરી ટ્રેનમાં બેઠો હતો. મોડીરાત્રે તેને ઊંઘ આવતાં તે ઊંઘી ગયો હતો. ગાંધીધામ રેલવે મથક આવતાં જાગીને જોતાં તેની ટ્રોલી બેગ ગુમ જણાઇ હતી. બેગમાં કપડાં, બૂટ વગેરે મળીને કુલ રૂા. 7950ની મતા હતી. જે અંગે રેલવે પોલસને જાણ થતાં રેલવેના બગીચામાં શંકાસ્પદ હાલતમાં બેઠેલી મૂળ મુંબઇ હાલે માધાપરમાં રહેનાર યુવતી ની પૂછપરછ કરવામાં આવી હતી. આ યુવતી પાસેથી ફરિયાદી યુવાનની તમામ વસ્તુઓ તથા એક વ્યક્તિનો નો પાસપોર્ટ, અન્ય ડોક્યુમેન્ટ, રોકડા રૂા. 12,500, મોબાઇલ વગેરે રૂા. 21,900થી વધુ અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.