ભુજની રામનગરીમાં ઘરઆંગણામાં કપડાં ધોઇ રહેલી મહિલાને વીજશોક લગતા મોત નીપજયું…

 ભુજની રામનગરીમાં ઘરઆંગણામાં કપડાં ધોઇ રહેલી યુવતી  ને વીજતાર વડે લાગેલો શોક તેને ભરખી ગયો હતો. ભુજના ભુજિયાની તળેટીમાં આવેલ રામનગરીમાં હનુમાન મંદિર પાસે રહેતા મહિલા  આજે સવારે તેના ઘરના આંગણામાં કપડાં ધોઇ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા જીવંત વીજતારમાં તેનો હાથ અડકી જતાં જોરદાર લાગેલા વીજશોકથી તે દૂર પટકાયાં હતાં. આ વીજશોકના પગલે તેમના પતિ તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ કરુણ બનાવનાં પગલે રામનગરીમાંથી અનેક શ્રમજીવીઓ હોસ્પિટલ ધસી આવ્યા હતા અને રુદનના પગલે વાતાવરણ ગમગીન બન્યું હતું. હતભાગી મૃતકના 12 વર્ષનાં લગ્નગાળામાં ત્રણ દીકરા છે. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બીજો બનાવ  ભચાઉ-સામખિયાળી વચ્ચે આડશ વગર પાર્ક કરેલી ટ્રકમાં પાછળથી બુલેટ ભટકાતાં તુણા રામપરના  એક વ્યક્તિ એ જીવ ખોયો હતો . જીવલેણ બનાવ ભચાઉ-સામખિયાળી માર્ગ ઉપર  રાત્રિના ભાગે બન્યો હતો. તુણા-રામપર રહેનાર   યુવાન ઘરેથી બુલેટ  લઇને મોરબી બાજુ જઇ રહ્યો હતો. તે ભચાઉ-સામખિયાળી વચ્ચે ખેમાબાપા હોટેલની આગળ પહોંચ્યો હતો ત્યારે આગળ ટ્રક  વાળી ઇશારો કે આડશ આપ્યા વગર ત્યાં રાહદારીઓને અડચણરૂપ થાય તેવી રીતે પડી હતી. તે દરમ્યાન બુલેટ આ વાહનમાં ભટકાતાં યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અગે   એ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ  હતી. 

બીજીબાજુ અંજારના ભીમાસરમાં  અજાણ્યા આધેડે ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા, અપમૃત્યુનો એક બનાવ અંજારના ભીમાસરમાં બન્યો હતો. છેલ્લા લાંબા સમયથી અહીં રહી ભિક્ષાવૃત્તિ કરનાર  અજાણ્યા આધેડે જીવન ટૂંકાવી લીધું હતું. આ આધેડે અન્ય કોઇના ઘરે જઇ રસ્સી વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. તે કોણ છે અને કેવા કારણોસર તેણે અંતિમ પગલું ભર્યું હશે તેની આગળની વધુ  તપાસ પોલીસે  હાથ ધરી છે.