અંજાર-મુંદ્રા ધોરીમાર્ગ ઉપર આગળ ઊભેલાં ટ્રક-ટ્રેઇલરમાં પાછળથી ટ્રેઇલર ભટકાતાં પાછળના વાહનના ચાલકનું મોત
અંજારના વીડી નજીક અંજાર-મુંદ્રા ધોરીમાર્ગ ઉપર આગળ ઊભેલાં ટ્રક-ટ્રેઇલરમાં પાછળથી ટ્રેઇલર ભટકાતાં પાછળના વાહનના ચાલક નું મોત થયું હતું. મુંદરાની સ્ટાર લોજિસ્ટિકમાં કામ કરનાર યુવાન મુંદરાથી ટ્રેઇલર લઇને મોરબી બાજુ જઇ રહ્યો હતો. તે વીડી નાકા નજીક પુલિયા પાસે પહોંચ્યો હતો ત્યારે આગળ ઊભેલા ટ્રક-ટ્રેઇલર માં ધડાકાભેર અથડાતાં યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી જેમાં તેનું મોત થયું હતું. જ્યારે આગળના વાહનચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. બનાવ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
વધુ એક જીવલેણ બનાવ ભચાઉ સામખિયાળી વચ્ચે ગોલ્ડન હોટેલ પાસે ધોરીમાર્ગ ઉપર સર્જો હતો. તેમજ ભચાઉ નજીક ધોરીમાર્ગ ઓળંગતા શખ્સે ને અજાણ્યા વાહને હડફેટમાં લેતાં આ યુવાનનું મોત થયું હતું. ગજોડમાં રહેનાર વ્યક્તિ મુંદરાથી રાજકોટ જવા નીકળ્યા હતા. બાદમાં ભચાઉ નજીક ગોલ્ડન હોટેલમાં જમવા માટે રોકાયા બાદ તેમનો મિત્ર અન્ય ગાડીમાં મોરબી જવા નીકળ્યા હતા, જ્યારે બળવંતસિંહ રાજકોટ જવા માટે માર્ગ ઓળંગી રહ્યો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહને તેને હડફેટમાં લેતાં ગંભીર ઇજાઓના પગલે તેને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઇ જાયો હતો જ્યાં સારવાર દરમ્યાન રાત્રિના ભાગે ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી