નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એરંડા ચોરીના આરોપીઓને ગણતરીના કલાકોમાં સંપુર્ણ મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ
મહે. શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક પશ્ચિમ કચ્છ(ભુજ) તથા શ્રી બી.બી. . ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ પો.સ્ટે.માં દાખલ થયેલ ચોરીના અન-ડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોઈ જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.-૪૧૫/૨૦૨૪ ઈ.પી.કો. કલમ-૩૮૦, ૪૫૭, મુજબના ગુન્હા કામે ચોર ઇસમને પકડી પાડવા માટે પો. ઇન્સ. શ્રી. એ. એમ. મકવાણા સાહેબ ના માર્ગદર્શન અને સુચના આધારે નખત્રાણા પો.સ્ટેના કર્મચારીઓ મંજલ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઇ. સબીરઅલી બાયડ તથા પો. કોન્સ. લાખાભાઈ રબારી નાઓને સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે, ઉપરોક્ત ગુના કામે ચોરીમાં ગયેલ એરંડાનો જથ્થો બોલેરો પીકઅપ ગાડીમાં ભરીને અમુક ઇસમો ભડલી થી રાણારા ગામ તરફ જઇ રહેલ છે જે બાતમી હકીકત આધારે વર્ક આઉટ કરી પોલીસ કર્મચારીઓ વોચમાં ઉભેલ હતા તે દરમ્યાન એક બોલેરો પીકઅપ ગાડીમાં ચાર ઇસમો ઉપરોકત ગુના કામે ચોરીમાં ગયેલ એરંડાના જથ્થા સાથે મળી આવતા તેઓને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓએ ઉપરોકત ગુના કામેની કબુલાત કરતા મજકૂર ચાર ઇસમોના કબ્જામાંથી ચોરીમાં ગયેલ નીચે મુજબનો મુદ્દામાલ તથા આરોપીઓને અટક કરી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપીઓના નામ સરનામા:-
(૧) સુલેમાન અલીમામદ મેર ઉ.વ.૨૯ રહે. કુંવાથડા તા.ભુજ (૨) મુસ્તફા મામદહુશૈન ત્રાયા ઉ.વ.૨૧ રહે. કલ્યાણપર તા.નખત્રાણા
(૩) લતીફ આમદ નોડે ઉ.વ.૨૨ રહે. કુંવાથડા તા. ભુજ (૪) સુલતાન ઢોલા પડયાર ઉ.વ.૨૭ રહે. ભડલી તા.નખત્રાણા
ગુના કામે કબ્જે કરેલ મુદ્દામાલ:- (૧) એરંડાનો જથ્થો બોરી નંગ-૨૬ (મણ-૩૫) કિં.રૂ. ૭૭,૦૦૦/-
(૨) મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડી રજી. નં. જીજે-૧૨-એઝેડ-૧૫૮૨ કિં.રૂ. ૨,૦૦,૦૦૦/-
(૩) મોબાઇલ ફોન નંગ-૦૧ કિં.રૂ. ૫,૦૦૦/-
એમ કુલ્લે કિ.રૂ. ૨,૮૨,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ. મકવાણા સા. તથા એ.એસ.આઇ યશવંતદાન ગઢવી તથા સબીરઅલી બાયડ તથા જયંતીભાઈ માજીરાણા તથા પો.હેડ.કોન્સ. નિકુંજદાન ગઢવી તથા પો.કોન્સ. મયંકભાઈ જોષી તથા મોહનભાઇ ગઢવી તથા લાખાભાઇ રબારી તથા વનરાજસિંહ જાડેજા તથા વિપુલભાઇ ચૌધરી તથા જી.આર.ડી. સભ્ય જયરાજસિંહ જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ