મર્ડરના ગુનાના આરોપીઓને આજીવન કેદની સજા કરાવતી ખાવડા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ- ભુજ તથા શ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ભુજ વિભાગનાઓએ શરીર તેમજ મિલ્કતસંબંધી ગુનાઓ અટકાવવા તેમજ ગુનો કરેલ આરોપીઓ વિરૂધ્ધ તપાસ કરી ઝિણવટભરી તપાસ કરી પુરાવાઓ એકત્રિત કરી નામદાર કોર્ટમા પુરાવા સાથે ચાર્જશીટ રજુ કરી, સજા અપાવવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે ખાવડા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૨૨૨૩૦૧૦૭/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૨૪, ૨૯૪(બી), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો તા.૨૪/૦૫/૨૦૨૩ ના રોજ જાહેર થયેલ. જે ગુનાની હકિકત જોતાં સદર ગુનાના આરોપી (૧) અસ્લમ અભેરાજ સમા (૨) અલ્તાફ અભેરાજ સમા, રહે. બંને ગામ. મોટા (ખાવડા), તા. ભુજ-કચ્છ વાળાઓએ પોતાની બહેનના મરણ જનાર સોયબ ઓસમાણ સમા સાથે આડા સંબંધ હોવાની શંકાના આધારે મરણ જનારના ઘરે જઇ અસ્લમ સમાએ મરણ જનારને પકડી રાખી અને આરોપી અલ્તાફે મરણ જનારને છરીના તિક્ષ્ણ ઘા મારી મરણજનારનું મૃત્યુ નિપજાવેલ. જેથી ખાવડા પોલીસ સ્ટેશનના તત્કાલિન પો.સ.ઇ.શ્રી ડી.બી.વાઘેલાનાઓએ આરોપીઓને તાત્કાલિક અટક કરી તેમના વિરૂધ્ધ પુરતાં પુરાવા એકત્રિત કરી સમયમર્યાદામાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતાં નામદારશ્રી સાતમાં ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રી એન.પી.રાડીયા સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતાં ૪૫ દસ્તાવેજી પુરાવા તથા ૨૫ સાક્ષીઓ તપાસી અને સરકાર તરફે હાજર રહેલ અધિક જિલ્લા સરકારી વકીલશ્રી સુરેશ એ. મહેશ્વરીનાઓએ કરેલ ધારદાર રજુઆતો અન્વયે નામદાર કોર્ટ દ્વારા સદર ગુના કામના બંને આરોપીઓને આજીવન કેદની સજા અને પાંચ-પાંચ હજાર રૂપિયાના રોકડ દંડની સજા કરેલ છે.
સજાની વિગત-
આજીવન કેદની સજા તથા દરેક પાંચ-પાંચ હજાર રૂપિયાનો રોકડ દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા
આ કામગીરી ખાવડા પોલીસ સ્ટેશનના તત્કાલિન પી.એસ.આઇ. શ્રી ડી.બી.વાઘેલા, હે.કો. માલદેભાઇ આહિર તથા પો.કોન્સ. પ્રદયુમનસિંહ વાઢેર જોડાયેલ હતા.