ગોવિંદપર નજીક ધાણીથરની તરકીયા સીમમાંથી પોલીસે એક શખ્સની દેશી બંદુક સાથે ધરપકડ
ગોવિંદપર નજીક ધાણીથરની તરકીયા સીમમાંથી પોલીસે એક શખ્સને રૂ.5000ની દેશી બંદુક સાથે પકડી પાડયો હતો. આડેસર-સામખિયાળી ધોરીમાર્ગ ગાગોદર નજીક એસઓજીની એક ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ધાણીથરની તરકીયા સીમમાં શખ્સ ના ખેતરમાં મજુરી તથા ચોકીદારીનું કામ કરનારા પાસે બંદૂક હોવાની પૂર્વબાતમી મળી હતી જેના આધારે ધાણીથર તરફ તા માર્ગે જમણી બાજુના કાચા માર્ગ ઉપર આ ટીમ ધસી ગઈ હતી જ્યાં આ શખ્સ કંતાનમાં બંદુક લઈને આવતો જણાયો હતો તેની ધરપકડ કરવામાં આવી તેમજ તેની પાસેથી રૂ.5000ની આ બંદુક હસ્તગત કરવામાં આવી હતી. પરવાના વગરની આ બંદુક તેની પાસે ક્યાંથી આવી હતી તે બહાર આવ્યું નથી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.