વરસામેડીમાં રહેતો શરાબના ધંધાર્થી ને જેલના હવાલે
મુળ પલાંસવા હાલે વરસામેડી રહેતો શરાબનો ધંધાર્થી ને જેલમાં ધકેલી દેવાયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અન્વયે પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઈ એસ. એમ. અને પીએસઆઈ એ જિલ્લામાં જાહેરમાં અસામાજીક પ્રવૃતિ ફેલાવતા ભારતીય બનાવટના વિદેશી દારૂનું ગેરકાયદેસર વેંચાણ કરતા આરોપી વિરૂદ્ધ પદ્ધર પોલીસ મથકે 48 લાખના દારૂના જથ્થા સંબંધિત અને ગાંધીધામ બી-ડીવીઝનમાં 1.70 લાખના શરાબના જથ્થાના ગુનાઓ દાખલ થયા હોઈ તેના વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તેયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરને મોકલી અપાતા તે ગ્રાહ્ય રહેતાં ધરપકડ વોરંટની બજવણી કરી આરોપીને ભાવનગર જિલ્લા જેલમાં મોકલી દેવાયો છે.