એસટી બસ ની અડફેટે આવતા આધેડનું મોત

copy image

copy image

copy image
copy image

પોલીસ તેમજ ત્યાં હાજર રહેલા લોકો  દ્વારા મળતી માહિતી મુજબ ગત તા. 29/4ના  રાતે આઠ વાગ્યાના અરસામાં ભુજ બસ પોર્ટમાંથી ભુજ-દ્વારકાની એસ.ટી. બસ  નીકળી હતી અને એસ.ટી. માર્ગ પર જ એસ.ટી.ની પોલીસ ચોકીના સામેના ભાગે રાજ્ય બહારના અને હાલે ભુજના ગણેશનગરમાં રહેતા વૃદ્ધ  માર્ગ ઓળંગી રહ્યા હતા ત્યારે આ એસ.ટી. બસની હડફેટે આવી જતાં પગમાં ગંભીર પ્રકારની ઇજા પહોંચતા. ત્યાં  માર્ગ પર ફરજ પર મહિલા કોન્સ્ટેબલ તથા રાહદારીઓ વડીલની મદદે આવી તેઓને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા। વૃદ્ધ ના પગમાં ગંભીર ઇજાના પગલે શત્રક્રિયા થઇ હતી પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને સારવાર દરમિયાન  હોસ્પિટલમાં તેમનું મોત નીપજયું . એ-ડિવિઝન પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.