મુન્દ્રામાં IPL ની ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા શખ્સની ધરપકડ
મુંદરામાં મોબાઈલમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો. રાતે મુંદરા પોલીસને બાતમી મળી હતી કે બસસ્ટેશન પાછળ અડાગુડી ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર બેસીને જાહેરમાં મોબાઈલ ફોન પર એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો છે. બાતમીના આધારે જુગારી ને પકડી તેના મોબાઈલમાં જોતાં તે મુંબઈ ઈન્ડિયન્સ તથા લખનઉ સુપર જાયન્ટની રમાતી મેચના સ્કોર પર ઓનલાઈન એપ પરની આઈડીથી મેળવી હાર જીતનો જુગાર રમતો હોવાનું જણાતાં છ હજારનો મોબાઈલ તથા રોકડા રૂા. 2350નો મુદ્દામાલ હતગત કરી આરોપીને જુગાર ધારા તળે ગુનો દાખલ કરી મુંદરા પોલીસે કાર્યવાહી આદરી હતી.