રાપર કોર્ટમા મારામારીના કેસમાં આરોપીઓને સજા અને દંડ નો હૂકુમ ફટકારવામાં આવ્યો
રાપર તાલુકાના નંદાસરનાં ફરિયાદી એ આરોપી પાસે જમીનના ભાગલા પડી ગયા હોઈ તે અંગેના કાગળો માગતાં આરોપીએ કાગળો ન આપી ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ફરિયાદીને જમણી બાજુ કપાળના ઉપરના ભાગે તથા પીઠ પાછળ પાઈપનો ઘા કરી ઈજા કરી આંગળીમાં ફ્રેકચર કરી ગંભીર ઈજાઓ પોહોચાડી હતી, જે કેસ રાપર કોર્ટમા ચાલી જતાં એડિ. જ્યૂ. મેજિ. દ્વારા આ કેસમાં આરોપી ને આઈ.પી.સી. કલમ 323, 324, 325, 114 મુજબ તકસીરવાન ઠરાવવામાં આવ્યા હતા.તો મારામારીના બીજા કેસમાં વર્ષ 2017માં આરોપીઓના કેસમાં આરોપીઓએ અગાઉની ચૂંટણીનું મનદુ:ખ રાખી ફરિયાદી ને શેરીમાં બોલાવી તે અમને ચૂંટણીમાં બહુ હેરાન કર્યા છે, હવે તારો વારો છે, તેમ કહી ભૂંડી ગાળો બોલી ફરિયાદીને સાથળના ભાગે તથા ખભાના ભાગે લાકડીઓથી માર મારી ખભામાં ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ કરી, જે કેસ રાપર કોર્ટમાં ચાલી જતાં રાપર એડિ. જ્યૂ. મેજિસ્ટ્રેટ દ્વારા ગુનાઓમાં તકસીરવાન ઠરાવી તેમજ આ કેસના ફરિયાદી અવસાન પામેલા હોઈ તો સી.આર.પી.સી.ની કલમ 357 (3) અન્વયે તેમનાં પત્નીને વળતર પેટે રૂપિયા પાંચ હજાર ચૂકવવા હૂકુમ કારવામાં આવ્યો હતો. આ તમામ કેસોમાં મદદનીશ સરકારી વકીલ એ ઉપસ્થિત રહી ધારદાર દલીલો કરી સમાજમાં દાખલારૂપ હુકમો કરાવ્યા હતા.