મોરબી એલસીબી સ્ટાફે બાતમી મળતા ખાટકીવાસ નજીક રેડ કરતા જાહેરમાં મોબાઈલ પર આઇપીએલ મેચ પર રન ફેરનો જુગાર રમતા હુશેન અલી કાથરોટીયા, અવેશ કાસમ ચાનિયાને પકડી પાડીને ત્રણ મોબાઈલ કિંમત રૂ. ૬,૦૦૦ તેમજ રોકડા રૂ. ૮,૨૦૦ સહીત કુલ રૂ. ૧૪,૨૦૦ ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે જયારે ઈસમ નદીમ અબુબકર કાજીનું નામ ખુલતા તેની વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી ચલાવી છે.