અંજારના મેઘપર કુંભારડીમાં આઈપીએલ પર ઓનલાઈન સટ્ટો રમતા બે શખ્સો પકડાયા

અંજાર : તાલુકાના મેઘપર કુંભારડીમા ઓનલાઈન આઈપીએલ સટ્ટો રમાડતા બે ઇસમોને પોલીસે પકડી પાડયા હતા. પોલીસ સુત્રોની વિગતો મુજબ અંજાર પીઆઈ બી.આર. પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. સુખદેવસિંહ જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે પૂર્વ બાતમી આધારે મેઘપર કુંભારડી ગામે રાત્રીના અરસામાં દરોડો પાડ્યો હતો. ઇસમોઓ વિજયસિંહ નારસંગજી ઉર્ફે નારૂભા જાડેજા ઉ.વ. ૩૦ તથા હિતેશચંદ્રકાંત ઠક્કર ઉ.વ. ૩ર રહે.બંને અંજારને પકડી પાડયા હતા. ઇસમોઓ ટી-ર૦ ચેનઈ સુપરકિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાતી મેચો ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા હોઈ ઇસમોઓ પાસેથી રોકડા રૂપિયા ૭પ૦ તથા ચાર મોબાઈલ ફોન મળી ર૧,૭પ૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી બંનેની અટક કરી હતી.  ઇસમોઓની પુછપરછ દરમ્યાન અને સટ્ટોડીયાઓના નામો સપાટી ઉપર આવી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *