નાની ખાખરમાં અરેસ્ટ વોરંટના આધારે આરોપીની ધરપકડ
માંડવી તાલુકાના નાની ખાખરના શખ્સ સામે ગેરકાયદેસર શરાબનો જથ્થો રાખી તેનું વેચાણ કરવાનો ગુનો દાખલ આરોપી વિરુદ્ધ પદ્ધર પોલીસમાં 57 હજારનો અને મુંદરામાં આઠ હજારનો દારૂનો ગુનો નોંધાયેલો છે. એલસીબીએ તેની વિરુદ્ધ જેલની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને મોકલતા તે ગ્રાહ્ય રહેતા અરેસ્ટ વોરંટના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી અને તેને અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો