મોટા રાણારામાં મંદિરમાં દાનપેટીની ચોરી

નખત્રાણા તાલુકાના ધાર્મિક સ્થાન પર રાતના અરસામાં થયેલી ચોરીને લઈને લોકોમાં ભારે ચકચાર મચી છે ત્યારે આ ચોરીના બનાવ અંગે નખત્રાણા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ મોટા રાણારાના  વાંકોલ માતાજીના મંદિરના  પૂજારી  સવારે સાત વાગ્યે મંદિરમાં પૂજા કરવા જતા ત્યાં મંદિરની સ્ટીલની ગ્રીલ તૂટેલી મળેલી અને દાનપેટી કોઇ ચોર ઇસમ લઇ ગયો હોવાનું ફરિયાદી  એ ફોન કરી જણાવ્યું હતું. આથી ફરિયાદી તથા અન્ય ગ્રામજનો મંદિરે જઇ તપાસ કરતા મંદિરની પાછળ અજાણ્યા માણસોના પગના નિશાન દેખાયા હતા અને આગળ જતા બાઇકના ટાયરના ચીલા પણ જોવા મળ્યા હતા. મંદિરથી 200 મીટર અંતરે બાવળોની ઝાડીમાં તાળાં તૂટેલી ખાલી દાનપેટી મળી આવી હતી. આ દાનપેટીમાં અંદાજે રૂપિયા 25000 હજાર હતા, જેની ચોરી થયાનું ફરિયાદમાં લખાવાયું છે.