મોટા સલાયાના શખ્સ પાસેથી શરાબની 46 બોટલ ઝડપાઈ
માંડવી મરીન પોલીસ મથકે ભુજ એલસીબીના શખ્સે એ નોંધાવેલી ફરિયાદ અનુસાર બાતમીના આધારે મોટા સલાયાના શખ્સ ના મકાન ઉપર છાપો પાડતાં તેના કબજામાં શરાબની 46 બોટલ કિં. રૂા. 16,000 તથા એક મોબાઈલ કિં. રૂા. 600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ગુનામાં પૂછતાછ કરવામાં આવતા સહઆરોપી તરીકે અન્ય એક શખ્સનું નામ પણ ખુલ્યું હતું . માંડવી મરીન પોલીસે બન્ને વિરુદ્ધ પ્રો. હિ. એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.