ભુજમાં ટ્રેનના હડફેટે આવતા યુવાનનું મોત

copy image

copy image

ભુજના રેલવે મથકથી  રાત્રે 10.30થી 11 વાગ્યા ના આરસામાં અકસ્માત મોતનો  બનાવ બન્યો હતો તે અંગે ગાંધીધામ રેલવે પોલીસે જાહેર કરેલી વિગતો અનુસાર  એક અજાણ્યા  યુવાનએ ટ્રેન પર  માથું મૂકતાં  માથું  ધડથી અલગ થઇ જતાં કમકમાટીભર્યું મોત થયું હતું  યુવાન કાળું અડધી બાયનું શર્ટ અને સ્કાય બ્લૂ જીન્સ પહેર્યું છે. જમણા હાથના પોચા ઉપર ઓમ અને કલાઇ પર એચ ચીતરવ્યું  છે. આ અજાણ્યા યુવાનના વાલી-વારસ ન મળતાં ભુજની જી. કે. જનરલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. આ વર્ણનવાળા મૃતક યુવાનના વાલી-વારસે ગાંધીધામ રેલવે પોલીસ નં. (02836) 220095 તથા 99985 79835 ઉપર જાણ કરવા ગાંધીધામ રેલવે પોલીસે અનુરોધ કર્યો છે. દરમ્યાન આ યુવાનના કમકમાટીભર્યા મોતના સમાચાર મળતાં માનવજ્યોત સંસ્થાની ટીમે ઘટનાસ્થળે જઇ મૃતકની લાશને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરીમાં મદદરૂપ થઇ હતી.