પોલીસના હત્યારાને આજીવન કેદની સજા
copy image

અંજારમાં વિજયનગર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ અગાઉ પશ્ચિમ કચ્છ પોલીસના હેડ કોન્સ્ટેબલ ની હત્યાના બનાવમાં આરોપીને આજીવન કેદની સાજા નો ધાક બેસાડતો આદેશ આપવામાં આવ્યો આ બનાવ તા.25 નવેમ્બર 2020 ના સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં અંજારના જુની કોર્ટ પાછળ વિજયનગર વિસ્તારમાં બન્યો હતો, જેમાં મૃતક પશ્ચિમ કચ્છમાં હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે માતાના મઢ ખાતે વાયરલેસ ઓપરેટર તરીકે કામ કરતા હતા.હત્યા કરનાર સાથે મૃતકને આ ઘટનાના એકાદ મહિના પહેલાં નજીવી બાબતે બોલાચાલી થઇ હતી.ત્યાર પછી હત્યાના ચારેક દિવસ પહેલાં સવાસર બગીચામાં આરોપી થૂંકવા જતાં થૂંક ઉડીને મૂતકના શર્ટ પર પડતાં બન્ને વચ્ચે ફરી બોલાચાલી થઇ જેમાં આરોપીએ ધમકી આપી હતી અને ત્યારબાદ બનાવના દિવસે મૃતક મોટર સાયકલ પર વિજયનગરમાં ભાડે આપેલા મકાન તરફ જતા હતા ત્યારે આરોપીએ પાછળથી ધસી જઈ કુહાડીથીમાથા ઉપરાંત બંને સાથળમાં કુહાડીના ઘા ઝીંકી દેતા ઘટનાસ્થળે જ શખ્સનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પૂર્વ કચ્છ પોલીસ દળમાં ફરજ બજાવતા મૂતકના નાના ભાઈ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ધરપકડ થઈ ત્યારથી આરોપી જેલમાં છે. તેની વિરુધ્ધ અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે કેસ ચાલ્યો છે.આ કેસમાં સરકાર તરફે 27 સાક્ષી અને 43 દસ્તાવેજી પૂરાવા રજૂ થયા હતા. સાતમા અધિક સેશન્સ જજ એ આરોપ ને સાચો ઠેરવી આજીવન કેદની સજા સાથે 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.આ કેસમાં મદદનીશ સરકારી વકીલએ ટ્રાયલ દરમિયાન ધારદાર દલીલો કરી તહોમત પૂરવાર કરીને સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.