ગાંધીધામથી અમદાવાદ જતાં વેપારીની થઈ કાર ચોરી

ગાંધીધામથી અમદાવાદ કારમાં જતા ફર્નીચરના વેપારીએ હળવદ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ  ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગત 28/4ના તેવો અમદાવાદ કામસર જવાનું થતા તેવો રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ ટ્રેન ન મળતા કાર માં જ અમદાવાદ રવાના થતા હતા ત્યારે  રેલવે સ્ટેશનની  બહાર એક વ્યક્તિએ તબીયત ખરાબ હોવાનું કહીને ધ્રાગધ્રા ઘરે જલદી પહોંચવાનું કહીને લીફ્ટ માંગતા ફરિયાદીને દયા આવી હતી અને તેને કારમાં પાછલી સીટમાં બેસાડી દીધો હતો. તે દરમ્યાન રસ્તામાં હળવદ આવતા સરા ચોકડી પર ફરિયાદી કાર ચાલુ રાખીને પાણીની બોટલ લેવા નીચે ઉતર્યા હતા અને પાછા ફર્યા તો જ્યાં કાર પાર્ક કરી હતી ત્યાં તે જોવા મળી નહતી. જેથી અજાણ્યો તે વ્યક્તિ 4 લાખની કાર લઈ નાસી ગયો હોવાનું સામે આવતા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગાંધીધામના વેપારી ની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.