ગાંધીધામમાં ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા શખ્સની ધરપકડ
copy image

ગાંધીધામ શહેરના ઝંડાચોક નજીક ખાદિમ સ્ટોરની બહાર બેસીને શખ્સ મોબાઇલમાં સટ્ટો રમતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ શખ્સ જાહેરમાં બેસીને પોતાના મોબાઇલમાં સટ્ટો રમી રહ્યો હતો. તેદરમિયાન પોલીસ આવી પહોંચી હતી અને આ શખ્સને પકડી પાડયો હતો. આ શખ્સના મોબાઇલમાં કિઆ 777 ડોટ કોમ નામની વેબસાઈટમાં આઇ.પી.એલ.ની ચેન્નાઇ અને પંજાબની મેચ વચ્ચે રન સેશનના આંકડા વધઘટ થતાં જણાયા હતા. મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમનારઆ શખ્સ પાસેથી રોકડ રૂા. 7,120 તથા મોબાઇલ એમ કુલ રૂા. 47,120નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. પકડાયેલા શખ્સે પોતાના ભત્રીજા અમદાવાદ હાલે દુબઇમાં રહેનારા પાસેથી આઇ.ડી. લીધી હતી. આ આઇ.ડી.માં રિચાર્જ પણ તે જ કરાવતો હતો. આ પ્રકરણમાં દુબઇ કનેકશન બહાર આવ્યું હતું.