મોડા ગામમાં જાહેરમાં જુગાર રમતા શખ્સોને પોલીસે પકડી પાડયા
copy image

મોડા ગામમાં મકાન આગળ દીવાબત્તીના અજવાળે જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો. તે દરમ્યાન પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો મારી ગામના શખ્સોને પકડી પાડયા હતા. જાહેરમાં ગંજીપાના વડે નસીબ અજમાવતા અને પોલીસના હાથ પકડાયેલા આ ચાર શખ્સ પાસેથી રોકડ રૂા. 10,600 જપ્ત કરવામાં આવ્યા હતા