ભચાઉના શખ્સને પાંચ જિલ્લામાંથી તડીપાર કરાયો

ભચાઉ તાલુકાના શિકારપુરમાં રહેનાર શખ્સ સામે અગાઉ સામખિયાળી પોલીસ મથકે મારામારી તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુના દાખલ થયો છે. લોકસભાની ચૂંટણી અનુસંધાને આવા શખ્સો વિરુદ્ધ કાર્યવાહીના આદેશ બાદ આ શખ્સના હદપારીના કાગળિયા તેયાર કરી ભચાઉ પ્રાંત અધિકારીને મૂકવામાં આવ્યા હતા, ત્યાંથી લીલીઝંડી મળતાં આ શખ્સને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્યો હતો.