લાખિયારવીરા ગામમાં મંદિરની દાનપેટીની ચોરી

લાખિયારવીરા ગામમાં આવેલા મંદિરની દાનપેટીની ચોરી કરી હોવાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકમાં નોધાઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર , લાખિયારવીરામાં આવેલા જીવા માતાજીના મંદિરમાં રખાયેલી દાનપેટી તોડી કોઈ ચોરોએ તેમાં આવેલી દાનની રકમ અંદાજિત રૂા. 4000 રોકડા ચોરી લઈ નાસી ગયા હતા. આ બાબતે ગુનો દાખલ કરાવાયો હતો. પોલીસે ચોરોને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.