નવી દુધઈમાં ચોરીના કેસમાં આરોપીને કોર્ટે કર્યો ત્રણ વર્ષની સજાનો હૂકુમ
નવી દુધઈમાં રામદેવ કૃપા કરિયાણા સ્ટોરમાં ગત તા. 28/3ના રાત્રિના 19.30થી તા. 29/3ના સવાર ના આરસા સુધી ચોરીનો બનાવ બન્યો હતો. રોકડ તથા અન્ય સામાન સહિત કુલ રૂા. 4740ની ચોરી થઈ હતી. ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ગુનો નોધાયો હતો. આ બનાવ સામે આ આરોપીની ધરપકડ બાદ દુધઈ પોલીસે એક અઠવાડિયાના સમયમાં ચાર્ટશીટ કોર્ટમાં રજૂ કરી હતી. અંજારમાં એડિ. ચીફ જ્યુડિશિયલ ન્યાયાધીશ સમક્ષ એક મહિનામાં કેસ ચાલી ગયો હતો. અદાલતે આ આરોપી ને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની કેદની સજા તથા પાંચ હજાર રૂપિયાનો દંડ કટકાર્યો હતો.