નવાપુરા કેવડાબાગ પાસે લૂંટના મોબાઈલ ફોન વેચવા માટે ફરતા બે ઇસમો સાજીદખાન હુસેનખાન પઠાણ (રહે. અંસારી મહોલ્લો નવાપુરા) અને આબીદ ઈનામભાઈ શેખ (રહે. ગૌરવ સોસાયટીના નાકે પાણીગેટ)ને પીસીબી પોલીસે શકમંદ હાલતમાં પકડી લીધા હતા. પીસીબી પીઆઈ આર.સી. કાનમીયો બંને ઇસમોઓની હાથ ધરેલી પૂછપરછ દરમિયાન તેમને લૂંટના ગુનાની કબુલાત કરી હતી. દોઢ મહિના પૂર્વે લાલબાગ બ્રીજ પાસે એક યુવકને રોકી હુમલો કરી બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 9,000 તેમજ રોકડા રૂપિયા 4,000 ની લૂંટ કરી હતી. પીસીબીએ બંને ઇસમોઓને નવાપુરા પોલીસને સોંપી દીધા છે. તેમજ ૧3,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યા છે.