લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહરે વિસવસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન દરમ્યાન હે.કો. ભયપાલસિંહ ચુડાસમા બાતમી રાહે હકિકત મળેલ કે ઝવેલર્સ સર્કલ ઘોબી સોસાયટી ચંદમસ્જીદ પાસે રસ્તા ઉપર જાહેરમાં અમુક શખ્સો જુગાર રમે છે. તેવી હકિકત આઘારે દરોડો કરતા ધર્મેન્દ્રસિંહ પથુભા ગોહિલ રહે.સરીતા સોસાયટી શેરી નં.૧૧ ભાવનગર, ગોપાલભાઇ ઉર્ફે લાલો રમેશભાઇ સોલંકી રહે.બોરતળાવ મફતનગર ભાવનગર, રાજદિપસિંહ હિતેન્દ્રસિંહ ગોહિલ રહે.આર.ટી.ઓ.રોડ પાછળ રાજ સોસા.ભગાભાઇના મકાનમાં ભાવનગરવાળા મળી આવતા તેઓની પાસેથી રોકડ રકમ રૂ. ૧૪,૫૦૦ તથા મોબાઇલ નંગ-૨ કિંમત રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૨૪,૫૦૦ ના મુદામાલ સાથે મળી આવતા બધા શખ્સોએ જુગારધારા કલમ મુજબ ઘોરણસર ધરપકડ કરી બોળતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધણી કરાવેલ છે.