જામજોધપુરના ગાંધિયાણા સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

જામજોધપુરના ગાંધિયાણી સીમમાં જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂ. 12,750 તથા ચાર મોટર સાઈકલ મળી કુલ રૂ. 1,32,750નો મુદામાલ સાથે રાજકોટ આરઆરસેલે પકડી પાડયા હતા. ગુનાની વિગત અનુસાર રેન્જ પ્રોહી જુગારની બદી નાબુ કરવા રાજકોટ રેન્જ ડીઆઈ જી.પી.સંદિપસિંહની સૂચનાથી આરઆરસેલના પીઆઈ એમ.પી.વાળા તથા ટીમની ટીમ જામજોધપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે સમયે ટીમના રામદેવસિંહ ઝાલા, સંદિપસિંહ ઝાલા તથા કમલેશ રબારીને સંયુકત ચોક્કસ બાતમી મળેલ હોય કે ગાંધિયાળા સીમમાં આવેલ શેલુ (વોડરા) પાસે કેટલાક ઇસમો જાહેરમાં જૂગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે. જે હકીકતના આધારે દરોડો કરવામાં આવતા જુગાર રમતા અરજણ મુળુ લુણી રહે.વસંતપુર તા.જામજોધપુર, અરવિંદ નાથા ગામી રહે.હનુમાન મંદિર નજીક જામજોધપુર, દિનેશ ગોરધન પટેલ રહે.રામવાડી જામજોધપુર, રાજેન્દ્ર લખમણ જાવિયા રહે.જાવિયા ડેલી જામજોધપુર, પ્રવિણ ગોવિંદ સાપરિયા રહે.પોલીસ ચોકી પાસે જામજોધપુર તમામને રોકડ રૂા.12,750 તથા મોટરસાઈકલ ચાર મળી કુલ રૂ. 1,32,750ના મુદામાલ સાથે પકડી પાડી જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો લખાવેલ  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *