મોરબી રોડ પર સર્જાયો અકસ્માત: એકનું મોત તથા એક સારવાર હેઠળ
copy image

સૂરજબારી ટોલનાકાથી આગળ મોરબી બાજુ જતા રોડ ઉપર આકસ્માત સર્જાયો હતો. ટ્રેઇલર માં કંડલાથી ખાતર ભરીને વાહન ચાલક અમરેલી જવા નીકળ્યા હતા. તેમનું વાહન સૂરજબારી ટોલનાકાથી મોરબીવાળા રોડ ઉપર હતું ત્યારે કોઇ આડશ કે સિગ્નલ આપ્યા વગર ટ્રેઇલર ઊભું હતું, જેમાં પાછળથી આવતું ખાતરવાળું વાહન ભટકાતાં તેમાં સવાર બંને શખ્સ ગંભીર રીતે ઘાયલ થાયા હતા . બંનેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા બાદ સારવાર દરમ્યાન વાહન ચાલકનું મોત નીપજયું હતું. ફરિયાદીને મણકામાં અસ્થિભંગ સહિતની ઇજાઓ થતાં તેને સારવાર હેઠળ રખાયો હતો.