ભુજમાં ચાર શખ્સો એ મકાનમાં તોડફોડ કરી રૂા. 1.50 લાખનું નુકસાન કર્યાની ફરિયાદ નોધાઈ

ભુજમાં સંજોગનગર પાસે આવેલી તોયબા ટાઉનશિપમાં ચાર શખ્સો એ તોડફોડ કરી રૂા. 1.50 લાખનું નુકસાન કર્યાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ હતી , શખ્સે નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 30/3થી પહેલાં જુદા જુદા દિવસે અલગ-અલગ ગાડીઓથી ફરિયાદીના તોયબા ટાઉનશિપના ઘરે આરોપીઓ તપાસમાં જે નીકળે તે મકાન અંદર આવી, પી.ઓ.પી., લાઇટિંગ, બાથરૂમના દરવાજા, સીડીઓ, બાલકની વગેરેમાં તોડફોડ કરી રૂા. 1.50 લાખનું નુકસાન કરી તથા મકાન પાછું આપી દેવા ફોન પર જાનથી મારી દેવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.