વરસામેડીમાં દેશી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ
copy image

વરસામેડીમાં આવેલા બાગેશ્રીનગરમાં પોલીસે દરોડો પાડી ને દેશી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર શનિવારે રાત્રિના અરસામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન વરસામેડીમાં બાગેશ્રીનગરમાં રહેતા શખ્સના કબજામાં હથિયાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી મકાનમાં તપાસ દરમિયાન મંદિરના ઉપરના ભાગેથી દેશી હાથ બનાવટનો કટ્ટો રૂા.3000 તથા બે કર્ટિસ રૂ.100ના મળી આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.