ભુજના વેપારી સાથે ૧૨ લાખના એરંડાની છેતરપિંડી
copy image

ભુજના વેપારીએ એરંડા એક ટ્રકમાં ભરી મેઘપર ખાલી કરવા મોકલાવ્યા હતા, પરંતુ ટ્રક ચાલકે રૂા. 12,08,844ના એરંડા અન્ય વેચી વેપારી સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવાઈ હતી આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ભુજના ભાનુશાળી નગરમાં રહેતા શખ્સે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમણે એરંડાની ગુણી નંગ 272 જેનું વજન 21320 કિ.ગ્રા. જેની કિ. રૂા. 12,08,844નો માલ ટ્રક માં ભરાવી ટ્રક ચાલકને અંજાર તાલુકાના મેઘપરમાં ગોકુલ એગ્રો લિ.માં ખાલી કરવા મોકલ્યો હતો. પરંતુ આરોપી ટ્રક ચાલક આ માલ ફરિયાદીના જણાવ્યાના સ્થળે ન પહોંચાડી તા. 3/5થી તા. 7/5 દરમ્યાન એરંડાનો જથ્થો અન્ય વેચી કે સગેવગે કરી ફરિયાદી સાથે રૂા. 12,08,844ની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી બી-ડિવિઝન પોલીસ વિશ્વાસઘાત- છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.