લાખાપરમાં પોલીસે છ લાખના ચોરાઉ તેલ સાથે ત્રણ શખ્સને પકડી પાડયા
લાખાપરમાં એક વાડામાંથી પોલીસે રૂા. 5,96,100ના ચોરાઉ તેલ સાથે ત્રણ શખ્સને પકડી પાડયા હતા, જ્યારે ત્રણ મુખ્ય સૂત્રધાર પોલીસ પકડમાં આવ્યા ન હતા. ધોરીમાર્ગ પરથી પસાર થતા તેલ ભરેલા ટેન્કરોમાંથી તેલની ચોરી કરી આ જથ્થો મારિંગણાના એક શખ્સ ના વાડામાં સંગ્રહ કરે છે, તેવી પૂર્વ બાતમીના આધારે વહેલી સવારે એલ.સી.બી.એ કાર્યવાહી હાથ ધરી હતી.લાખાપરથી ભીમાસર તરફ જતા રોડ પાસે આવેલા શખ્સનાં વાડામાં પોલીસે દોરડો પડ્યો હતો. અહીંથી 200 લિટરની ક્ષમતાવાળા પાંચ બેરલ, 35 લિટરની ક્ષમતાવાળા 27 કેરબા, 20 લિટરની ક્ષમતાવાળા નવ કેરબામાંથી 2,125 લિટર સી.પી.યુ. તેલ તથા 200 લિટરની ક્ષમતાવાળા પાંચ, 36 લિટરની ક્ષમતાવાળા 26 કેરબા, 20 લિટરની ક્ષમતાવાળા 13 કેરબામાંથી 2,170 લિટર સોયાબિન તેલ તેમજ 20 લિટર ક્ષમતાવાળા 48 કેરબામાંથી 960 લિટર રિફાઇન સોયાબિન એમ કુલ રૂા. 5,96,100નું તેલ હસ્તગત કરવામાં આવ્યું હતું. આ જગ્યાએ મજૂરીકામ કરતા શખ્સોની ની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય સૂત્રધાર શખ્સો પોલીસની પકડમાં આવ્યા નહોતા.આ વાડામાંથી 200 લિટરની ક્ષમતાવાળા પાંચ, 35 લિટરના 28, 20 લિટરના 18 ખાલી કેરબા તથા તેલ ભરવા માટેનો પ્લાસ્ટિકનો પંપ, બે ગરણા, મોબાઇલ તથા તેલની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી ગાડી એમ કુલ રૂા. 11,17,100નો મુદ્દામાલ હસ્તગ કરવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહી દરમ્યાન હાથમાં ન આવેલા શખ્સોને પકડી પાડવા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.