ધાણેટી ગામમાં આવેલી વિનસ પાઈપ કંપની ની લેબર કોલોનીમાં રાજસ્થાનના યુવાને આપઘાત કર્યો
copy image

રાજસ્થાનથી ત્રણ દિવસ પહેલા ભુજના ધાણેટીમાં ગામમાં આવેલી વિનસ પાઈપ કંપનીમાં નોકરી કરવા આવેલા યુવાને કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર , ભુજના ધાણેટીમાં ગામમાં આવેલી વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લી. કંપનીમાં ત્રણ દિવસ પહેલા જ આવેલા અને વિનસ કંપનીની લેબર કોલોનીમાં રહેતા રાજસ્થાનના યુવાને રવિવારે કોઈ અગમ્ય કારણોસર સવારના ૯ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધીના સમયગાળામાં કોઈપણ સમયે તેના રૂમના લોખંડના એંગલમાં કપડું બાંધી ગળેફાંસો ખાઈ મોત ને વ્હાલું કર્યું હતું . આથી યુવાનને તાત્કાલિક જી. કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં તબીબે મૂત જાહેર કરતાં તેનું પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.