તલવાણામાં પાંચ જુગારીઓને પોલીસે પકડી પડ્યા
copy image

માંડવીના તલવાણામાં બાવળની ઝાડીઓમાં ગંજીપાના વડે જુગાર રમતા પાંચ જુગારીને રોકડા રૂા. 10,910 તથા ચાર મોબાઈલના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પડ્યા હતા. સાંજે કોડાય પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, તલવાણાની ઉત્તરાદી બાજુ ખરવાડ વિસ્તારમાં બાવળોની ઝાડીમાં જુગાર રમાઈ રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે છાપો મારી ગંજીપાના વડે જુગાર રમતા શખ્સોને રોકડા રૂા. 10,901 તથા ચાર મોબાઈલ કિ. રૂા. 4,000 એમ કુલ રૂા. 14,901ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.